ક્રિકેટમાં, ભારતે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતા, ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ 30 બોલમાં શાનદાર 69 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝ, શમર જોસેફ અને શમર સ્પ્રિંગરે બે-બે વિકેટ ઝડપી.
224 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, વેસ્ટ ઈન્ડિઝ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 209 રન જ બનાવી શક્યું. જેમાં શિમરોન હેટમાયરે 43 અને કામિલ પૂરને 42 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી. અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. ગઈકાલની જીત સાથે, ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી મેચ 14 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.