ઓક્ટોબર 11, 2026 3:34 પી એમ(PM)

printer

ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઇન્દોરમાં ત્રીજી ટી-20 મેચ રમાશે

ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઇન્દોરમાં ત્રીજી ટી-20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે હોલ્કર સ્ટેડિયમ ખાતે શરૂ થશે.

પ્રથમ T-20 મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ૮ વિકેટે હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને છ વિકેટથી હરાવ્યું હતું, જેના કારણે પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. શ્રેણીની આગામી બે મેચ 14 અને 17 ઓક્ટોબરે હૈદરાબાદ અને બેંગલુરુમાં રમાશે.