ઓક્ટોબર 4, 2026 10:10 એ એમ (AM)

printer

ન્યુ ચંદીગઢમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચ વિકેટથી પરાજય – ભારતનો 2-1થી શ્રેણી વિજય

પુરુષ ક્રિકેટમાં, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની એક દિવસીય શ્રેણી
2-1
થી જીતી લીધી છે. પહેલી બે મેચ જીત્યા બાદ, ગઈકાલે રાત્રે ન્યુ ચંદીગઢ ખાતે રમાયેલી અંતિમ મેચમાં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો હતો.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા, જેમાં રોહિત શર્માએ 92 અને કેએલ રાહુલે અણનમ 129 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 48 ઓવર અને 2 બોલમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા, જેમણે 162 રનની શાનદાર રમત રમી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.