ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI એ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29 લાખ 88 હજાર કરોડ રૂપિયાના 23 અબજ 66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ કામગીરી ભારતના ડિજિટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેણે નોંધ્યું હતું કે આ દેશના ડિજિટલ પેમેન્ટ માળખાના સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે, જેમાં ટાયર-2, ટાયર-3 અને ગ્રામીણ વિસ્તારોમાં તેને મજબૂત રીતે અપનાવાયા છે. UPI વિશ્વના સૌથી મોટા રીઅલ-ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
News On AIR | ઓગસ્ટ 3, 2026 7:51 પી એમ(PM)
જુલાઈમાં 23 અબજ 66 કરોડથી વધુ વ્યવહારો UPIથી થયા