ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને વધુ પ્રતિનિધિત્વપૂર્ણ બનાવવા અને સમકાલીન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે સુધારાઓની હાકલ કરી.
ભારતે જણાવ્યું કે આઠ દાયકા પહેલા થયેલા યુદ્ધના પરિણામો યુએન સુરક્ષા પરિષદની રચનાને અસર કરી રહ્યા છે અને તેની કાયદેસરતાને નબળી પાડી રહ્યા છે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં સંબોધન ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું કે 80 વર્ષ પહેલાં લડાયેલ કોઈપણ યુદ્ધ વર્તમાન વિશ્વ વ્યવસ્થા નક્કી કરી શકતું નથી.
દરમિયાન ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ ભાવિકા મંગલાનંદને પાકિસ્તાનને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ પર ટિપ્પણી કરવાને બદલે જમ્મુ અને કાશ્મીરના તેના કબજા હેઠળના વિસ્તારોમાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી.