ઓક્ટોબર 14, 2026 4:36 પી એમ(PM)

printer

ભારતમાં 2015 થી 2024 દરમિયાન નવા ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો

ભારતમાં 2015 થી 2024 દરમિયાન નવા ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ ઘટાડો 12 ટકાનો હતો. દેશમાં ક્ષય રોગની સારવારનો વ્યાપ 92 ટકા સુધી પહોંચી ગયો છે. સરકારે વિસ્તૃત સ્ક્રીનીંગ, અદ્યતન ટેકનોલોજી અને સમુદાય ભાગીદારી દ્વારા ક્ષય રોગને નાબૂદ કરવા માટે પ્રયાસોને વધુ વેગવંતા બનાવ્યા છે.

ક્ષય મુક્ત ભારત અભિયાન હેઠળ, 28 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે, 20 લાખથી વધુ વ્યક્તિઓએ ક્ષય રોગ નિવારક સારવાર મેળવી છે અને પાંચ લાખ 70 હજાર નવા નિક્ષય મિત્ર આ પહેલમાં જોડાયા છે.

પાયાના સ્તરે જાગૃતિને મજબૂત બનાવવા માટે 13 ઓક્ટોબરના રોજ 11 રાજ્યો અને 55 જિલ્લાઓમાં પાયલોટ ધોરણે જોશ – જોઈન્ટ સ્ક્વોડ ફોર હેલ્થ – અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.