ઓક્ટોબર 24, 2026 11:22 એ એમ (AM)

printer

ભારત યુરોપમાં શસ્ત્રોની નિકાસ કરતો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો

ભારત યુરોપમાં શસ્ત્રોની નિકાસ કરતો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે.

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, યુરોપની વધતી જતી સંરક્ષણ જરૂરિયાતો ભારતના સંરક્ષણ નિકાસને વધારી રહી છે. ભારતની સંરક્ષણ નિકાસ 38 હજાર 424 કરોડ પહોંચી ગઈ છે. ભારત હવે 80 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે.

ભારત યુરોપિયન દેશો સાથે સહયોગમાં સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. યુરોપિયન કંપનીઓને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતમાં ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આનાથી ભારતમાં સંરક્ષણ ઉત્પાદન વધશે, નવી રોજગારીની તકો ઊભી થશે અને ભારતીય સંરક્ષણ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં આગળ વધવામાં મદદ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.