યુરોપિયન યુનિયનની 'રીઆર્મ યુરોપ' પહેલ હેઠળ સંરક્ષણ સાધનોની વધતી માંગ અને દેશના સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રના વિસ્તરણને કારણે ભારત યુરોપમાં શસ્ત્રોનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ તરીકે ઉભરી આવ્યો છે.
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ગઈકાલે મીડિયા સાથે વાત કરતા આ
ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સંરક્ષણ નિકાસ 38 હજાર 424 કરોડ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે, જે લગભગ 3.6 અબજ યુરો જેટલી છે.