ભારતે ઓડિશાના ચાંદીપુરથી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નંટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા છે. આ સફળ પ્રક્ષેપણ દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ મિશન માટે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને DRDOને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે અત્યાધુનિક ટેકનોલોજી સાથે રાષ્ટ્રનું રક્ષણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
Site Admin | ઓગસ્ટ 7, 2026 11:21 એ એમ (AM)
ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું