ભારત અને શ્રીલંકાએ આજે નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી. આ બેઠકમાં, ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજ મંત્રી મનોહર લાલે કર્યું હતું, જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રીલંકાના ઉર્જા મંત્રી અનુરા કરુણાથિલેકે કર્યું હતું.
ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને મંત્રીઓએ પ્રસ્તાવિત ભારત-શ્રીલંકા HVDC ઇન્ટરકનેક્શન અને સંપુર સોલાર પાવર પ્રોજેક્ટ સહિત ચાલુ દ્વિપક્ષીય પહેલોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે સરહદ પાર વીજળી વેપાર, નવીનીકરણીય ઉર્જા, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તકોની પણ ચર્ચા કરી હતી.
બંને પક્ષોએ ટકાઉ વિકાસ અને પ્રાદેશિક ઉર્જા સુરક્ષા માટે વીજ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી.
Site Admin | ઓગસ્ટ 7, 2026 8:09 પી એમ(PM)
ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી.