ઓગસ્ટ 20, 2026 9:02 એ એમ (AM)

printer

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ આજે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ અને ચોથી ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક આજે સિંગાપોરમાં યોજાશે. બેઠકમાં નવા અને ઉભરતા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ બેઠકમાં ભાગ લેશે અને વિવિધ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેઓ સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વોંગ સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત, તેઓ વૈશ્વિક નાણાં અને ટેક્નોલોજી ક્ષેત્રના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહયોગને લગતા કાર્યક્રમોમાં ભાગ લેશે.
દરમિયાન, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સિંગાપોરમાં ભારતીય ઉચ્ચાયોગના નવા ચાન્સરી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. ડૉ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંકુલ ભારત-સિંગાપોરની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના નવા યુગને રેખાંકિત કરશે અને ભારતીય સમુદાય માટેની સેવાઓને વધુ મજબૂત બનાવશે.