ઓગસ્ટ 7, 2026 9:12 એ એમ (AM)

printer

ભારત-સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે આઠ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી

ભારત-સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે આઠ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. 19માં તબક્કાની ભારત-સિંગાપોર વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સચિવ રુદ્રેન્દ્ર ટંડન અને સિંગાપોર વિદેશ મંત્રાલયના કાયમી સચિવ લ્યુક ગોહ દ્વારા કરવામાં આવી. બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને સહિયારા પડકારોનો સામનો કરવા આસિયાન સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મંચ પર ગાઢ સંકલનના મહત્વની પુનઃપુષ્ટિ કરી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગની ભારત મુલાકાત દરમિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેની રૂપરેખા અપનાવાઇ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.