પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આજે રાજકીય, આર્થિક, સંરક્ષણ, ઉર્જા, અવકાશ, કૌશલ્ય આદાનપ્રદાન અને બંને દેશના લોકોના સંબંધિત ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષા કરી. દિલ્હીમાં યોજાયેલા દ્વિપક્ષીય સંવાદ દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ ઍશિયા અને કાળા સમુદ્ર ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ સહિતના પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું.
પ્રધાનમંત્રીએ ફરી પુનરોચ્ચાર કરતા કહ્યું, સંઘર્ષોના નિવારણ માટે સંવાદ અને રાજદ્વારી જ એકમાત્ર રસ્તો છે અને ભારત શાંતિ પ્રયાસોમાં સહકાર આપવા તત્પર છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, પ્રધાનમંત્રી મોદી અને શ્રી પુતિને નવ સપ્ટેમ્બરથી આજ સુધી ભારતમાં પહેલી વાર યોજાયેલી રશિયાની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રદર્શની ઇન્નોપ્રોમ ઇન્ડિયાનું સ્વાગત કર્યું. આ પ્રદર્શની વેપાર અને ઔદ્યોગિક સંબંધનું હજી વિસ્તરણ કરવામાં તેને મહત્વને દર્શાવે છે. બંને નેતાઓએ ઇન્નોપ્રોમ ઇન્ડિયા પ્રદર્શનીનું અવલોકન કર્યું અને સ્પર્ધકો સાથે વાતચીત કરી.બંને નેતાઓએ બંને દેશ વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં જોડાયેલા રહેવા પર સંમતિ દર્શાવી. રાષ્ટ્રપ્રમુખ પુતિને 24-મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આપેલા નિમંત્રણનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો.