રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વારંવાર થયેલા હુમલાઓની ભારતે કડક શબ્દોમાં ટિકા કરી છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોની ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. નવી દિલ્હીએ કહ્યું છે કે નાગરિકો અને નાગરિક માળખા પર વારંવાર થતા હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તે તાત્કાલિક બંધ થવા જોઈએ. તેમાં ઉમેર્યું હતું કે ભારત સાઉદી અરેબિયાના લોકો અને સરકાર સાથે તેમની સાર્વભૌમત્વના રક્ષણમાં એકતામાં ઉભું છે, અને આશા રાખે છે કે આ ક્ષેત્રમાં વહેલી તકે શાંતિ અને સ્થિતી સામાન્ય બનશે.
Site Admin | ઓક્ટોબર 11, 2026 3:37 પી એમ(PM)
રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયેલા હુમલાઓની ભારતે કડક શબ્દોમાં ટિકા કરી