ઓગસ્ટ 7, 2026 7:56 પી એમ(PM)

printer

ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો.

ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર એક અમેરિકન સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે દેશના કાયદાકીય મામલા તેના આંતરિક મામલા છે જેમાં નિર્ણયો સંસદ દ્વારા લેવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન આ સંદર્ભમાં એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની પત્રકાર પરિષદ અંગેના પ્રશ્નના જવાબ પણ શ્રી જયસ્વાલે આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની ટેલિફોનિક વાતચીત અંગે તેમણે જણાવ્યું હતું કે, બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે ઉમેર્યું હતું કે આ ફોન ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.