ઓક્ટોબર 19, 2026 7:57 પી એમ(PM)

printer

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર આવતીકાલે વિજયાદશમીના અવસર પર અમલમાં આવશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર આવતીકાલે વિજયાદશમીના અવસર પર અમલમાં આવશે. આ કરાર ન્યુઝીલેન્ડમાં થતી તમામ ભારતીય નિકાસ પર 100% કસ્ટમ ડ્યુટી મુક્તિ પ્રદાન કરશે. આજે નવી દિલ્હીમાં ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરારના અમલીકરણ સમારોહને સંબોધતા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે માહિતી આપી.   

 શ્રી ગોયલે કહ્યું કે આ કરાર ભારતીય નિકાસકારો, ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, કારીગરો, ખેડૂતો અને દવા ઉદ્યોગ માટે નવી તકો ખોલશે.