ઓક્ટોબર 8, 2026 10:18 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં 10મી ‘ઇન્ડિયા મોબાઇલ પરિષદ’નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ પરિષદની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

 આ વર્ષની થીમ ‘સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ’ રાખવામાં આવી છે, જે ડિજિટલ ઇનોવેશન, નેક્સ્ટ-જનરેશન કનેક્ટિવિટી અને ટેકનોલોજી આધારિત વિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે. આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોના 1.5 લાખથી વધુ લોકો, 600 સ્ટાર્ટઅપ્સ અને 900 ચિંતકો ભાગ લઈ રહ્યા છે.

આ પરિષદમાં 5G, 6G, AI, સેમિકન્ડક્ટર્સ અને સાયબર સિક્યોરિટી સહિતના જુના સેક્ટર્સ ઉપરાંત સ્માર્ટ મોબિલિટી, ઇન્ડસ્ટ્રિયલ રોબોટિક્સ અને ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી જેવા નવા ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબાઇલ પરિષદ અગાઉ નવી દિલ્હીના સેવા તીર્થ ખાતે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કોમ્યુનિકેશન્સ એસોસિએશનના બોર્ડ સભ્યો સાથે પણ સંવાદ કર્યો હતો. શ્રી મોદીએ ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓને સસ્તી અને સુલભ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.