સપ્ટેમ્બર 10, 2026 8:10 પી એમ(PM)

printer

આગામી ત્રણથી ચાર દિવસ સુધી પૂર્વોત્તરમાં ભારે વરસાદની આગાહી.

ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, માહે અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ મહિનાની 15 તારીખ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.