ઓગસ્ટ 20, 2026 8:09 પી એમ(PM)

printer

ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં દરિયાઈ સુરક્ષા સહયોગ પર સમજૂતી કરાર થયા

ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા, ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ સંરક્ષણ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા પર ચર્ચા થઈ હતી. બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહયોગ પર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

શ્રી રાજનાથે જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા ભીષણ ભૂકંપ બાદ ભારત તરફથી સંવેદના અને એકજૂથતા વ્યક્ત કરી હતી.

શ્રી કોઈઝુમીએ કુમામોટોમાં ભૂકંપથી પ્રભાવિત લોકો પ્રત્યે ભારતની સંવેદના બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના સહયોગનું પ્રતીક છે, જ્યાં મુશ્કેલ સમયમાં બંને દેશો એકબીજાને મદદ કરી શકે છે.