સપ્ટેમ્બર 16, 2026 7:42 પી એમ(PM)

printer

ભારતે સાઉદી અરેબિયામાં મક્કા નજીક થયેલા ડ્રોન હુમલા પર ચિંતા વ્યક્ત કરી

સાઉદી અરેબિયામાં મક્કા નજીક થયેલા ડ્રોન હુમલા પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ડ્રોન હુમલા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સાઉદી અરેબિયાના સાર્વભૌમ પ્રદેશ પરના હુમલાઓ અને નાગરિકોના જીવન અને માળખાગત સુવિધાઓને જોખમમાં મૂકતી ક્રિયાઓની ટીકા કરે છે. તેમણે ઉમેર્યું હતું કે મક્કા નજીકની ઘટના ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે વિશ્વભરના મુસ્લિમો માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. તેમણે ઉમેર્યું ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે આશા વ્યક્ત કરે છે.