ઓક્ટોબર 15, 2026 3:19 પી એમ(PM)

printer

ભારતે યુ.એન માનવાધિકાર કાર્યાલય પાસેથી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં થયેલી હત્યાઓ અને ઇન્ટરનેટ પ્રતિબંધોની તપાસ અંગેનો અહેવાલ માંગ્યો

ભારતે યુ.એન માનવાધિકાર કાર્યાલય પાસેથી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં થયેલી હત્યાઓ અને ઇન્ટરનેટ પ્રતિબંધોની તપાસ અંગેનો અહેવાલ માંગ્યો છે.

ભારતે માનવાધિકાર ઉચ્ચાયુક્ત (OHCHR)ના કાર્યાલય પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, કાર્યાલય પશ્ચિમમાં વિરોધ પ્રદર્શનો પર હિંસક પ્રદર્શનો પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. કાર્યાલય બેવડા ધોરણો અપનાવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. 

ભારતના કાયમી મિશનના સચિવ અનુજ સ્વરૂપે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીની ત્રીજી સમિતિના 81મા સત્રમાં માનવાધિકાર ઉચ્ચાયુક્ત સાથેની વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.