ઓક્ટોબર 25, 2026 2:14 પી એમ(PM)

printer

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે તે તેના સ્થાનિક પડકારો પરથી ધ્યાન હટાવવા અપપ્રચાર દ્વારા ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ઇસ્લામાબાદ આર્થિક સંકટ, કાયદા પાલનની ઉણપ અને માનવાધિકાર ઉલ્લંઘન સહિતના તેના સ્થાનિક પડકારો પરથી ધ્યાન હટાવીને અપપ્રચાર દ્વારા નવી દિલ્હીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીની ત્રીજી સમિતિમાં લઘુમતી મુદ્દાઓ પરના વિશેષ સંવાદદાતા સાથેની વાતચીત દરમિયાન, યુએનમાં ભારતના પ્રથમ સચિવ, રઘુ પુરીએ લઘુમતી અધિકારો પર પાકિસ્તાનના રેકોર્ડ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે દેશનું સૈન્ય તેના રાજકીય નેતૃત્વ પર નિર્ણાયક નિયંત્રણનો ઉપયોગ કરી રહ્યું છે.

પુરીએ પાકિસ્તાનમાં ઘટતી લઘુમતી વસ્તી અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી અને ઇસ્લામાબાદને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની ટીકા કરવાને બદલે તેના પોતાના નાગરિકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી.