સપ્ટેમ્બર 17, 2026 2:06 પી એમ(PM)

printer

ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી

ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે.

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા માટે જવાબદાર અલ-કાયદા વચ્ચે સીધો સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે આતંકવાદીઓ તેમજ તેમને મદદ, નાણાં, સમર્થન અને આશ્રય આપનારાઓ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી. તેમણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગીઓ દ્વારા ઉભા થતા સતત જોખમનો પણ ઉલ્લેખ કર્યો હતો અને યુએન પ્રતિબંધોથી બચવા માટે અલગ અલગ ઓળખ હેઠળ કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો સામે અસરકારક પગલાં લેવા જોઈએ