કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ જણાવ્યું કે ભારત અને કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર વાટાઘાટો પૂર્ણ થવાની અપેક્ષા છે. ગઈકાલે મુંબઈ પહોંચેલા શ્રી સિદ્ધુએ જણાવ્યું હતું કે કરાર પૂર્ણ કરવા તરફની પ્રગતિ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
ભારત ખાતે 300 સભ્યોના વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શ્રી સિદ્ધુએ જણાવ્યું હતું કે CEPA 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 30 અબજ યુએસ ડોલરથી 70 અબજ ડોલર સુધી બમણાથી વધુ કરવામાં મદદ કરી શકે છે.
દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને કેનેડા તેમના સંબંધોમાં એક આશાસ્પદ નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે.