ઓગસ્ટ 21, 2026 2:22 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક પુણેમાં શરૂ.

ભારત અને બ્રાઝિલે બ્રિક્સ આઇસીટી ટ્રેક મીટિંગ દરમિયાન ટેલિકોમ્યુનિકેશન અને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT)માં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતું કે, આ કરાર ડિજિટલ નવીનતાને આગળ વધારશે, ડિજિટલ માળખાગત સુવિધાને મજબૂત બનાવશે અને ઉભરતી ટેકનોલોજીમાં સહયોગને પ્રોત્સાહન આપશે. પુણેમાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક દરમિયાન કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા અને બ્રાઝિલના સંચાર મંત્રી શ્રી ફ્રેડરિકો ડી સિક્વેરા ફિલ્હો દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી સિંધિયાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ સમજૂતી કરાર સાર્વત્રિક જોડાણ, સાયબર સુરક્ષા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા, ઉભરતી ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન પર દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવશે. તેમણે આ કરારને સુરક્ષિત અને સમાવિષ્ટ ડિજિટલ ભવિષ્ય માટે ભારત-બ્રાઝિલ સહયોગને મજબૂત બનાવવા માટે એક મજબૂત પગલું ગણાવ્યું.