ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત-ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં રાજાએ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
News On AIR | જુલાઇ 31, 2026 4:11 પી એમ(PM)
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત-ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી.