ઓગસ્ટ 20, 2026 1:51 પી એમ(PM)

printer

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના અને નિર્ણય લેવાની પ્રક્રિયા વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી પણ માંગણી કરી છે.

કાર્યકારી પદ્ધતિઓ પર UNSCની મુક્ત ચર્ચામાં બોલતા UNમાં ભારતના ચાર્જ ડી’અફેર્સ યોજના પટેલે જણાવ્યું હતું કે, સુધારાની જરૂરિયાત પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને તાકીદની છે.