ઓગસ્ટ 21, 2026 2:05 પી એમ(PM)

printer

ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાં પરત લઇ જવાયા.

ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આજે સવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં પાછા ખસેડવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના 18 ઓગસ્ટના આદેશ અનુસાર, ખાનને મધ્યરાત્રિ બાદ શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમને બે દિવસમાં ત્યાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે પુષ્ટિ કરી હતી.