હવામાન વિભાગે આજે બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ ભારે પવન ફૂંકાશે તેવી આગાહી છે.
આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, પૂર્વોત્તરના કેટલાક ભાગો અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.