નવેમ્બર 9, 2026 7:27 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું, કે આ સમયગાળા દરમિયાન, આંધ્રપ્રદેશ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું, કે દેશના પૂર્વીય ભાગોમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.