ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે દેશના ઉત્તર-પૂર્વ ભાગો, સિક્કિમ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. શનિવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, છત્તીસગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે.