હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી બે દિવસમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને કાલ સુધી ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને 3 થી 6 ઓગસ્ટ સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 11:36 એ એમ (AM)
ગુજરાત સહિતના આજે કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી