ઓક્ટોબર 19, 2026 10:11 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી

રાજ્યભરમાં ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આજે ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, તાપી તેમજ દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

દરમિયાન રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેતાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટમાં સુરતમાં 40 ડિગ્રી સેલ્સિયસ થી વધુ મહતમ  તાપમાન નોંધાયું હતું. ભુજ-ડીસામાં–જુનાગઢ-નલિયામાં 38 ડિગ્રીથી વધુ, અમદાવાદમાં વડોદરામાં 37  ડિગ્રી, ભાવનગર- ગાંધીનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.