ઓક્ટોબર 3, 2026 3:02 પી એમ(PM)

printer

હોર્મુઝ સામુદ્રધુનીમાં કુવૈતના ટેન્કરને ટક્કર બાદ પાંચ ભારતીય નાગરિકોને બચાવી લેવાયા

હોર્મુઝ સામુદ્રધુનીમાં કુવૈતના ટેન્કરને ગોળા દ્વારા ટક્કર મારવામાં આવ્યા બાદ પાંચ ભારતીય નાગરિકોને બચાવી લેવાયા છે. ઓમાન ખાતેના  ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા X પર જણાવ્યું કે તેમણે MT કાઝીમાહ III પર સવાર પાંચ ભારતીયોના બચાવનું સંકલન કર્યું હતું, જેમને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યા હતા.

મિશન દ્વારા બચાવ કામગીરી દરમિયાન ઓમાની અધિકારીઓના સતત સમર્થન અને સહાય માટે તેમણે આભાર માન્યો હતો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતીય ખલાસીઓને લઈ જતા અનેક વ્યાપારી જહાજો પર હુમલો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.