ઓક્ટોબર 10, 2026 2:15 પી એમ(PM)

printer

ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિલ્હી આવી રહેલા પ્રદર્શનકારીઓને અટકાવવા માટે પગલાં લેવાનો નિર્દેશ

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને દિલ્હી પોલીસ સાથે સંકલન કરવા અને વિરોધ પ્રદર્શન માટે રાષ્ટ્રીય રાજધાની આવી રહેલા પ્રદર્શનકારીઓને અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. મતદાર યાદીઓના ‘વિશેષ સઘન સુધારણા‘માં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી માટે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિર્દેશકોને લખેલા પત્રમાં, મંત્રાલયે દેશના વિવિધ ભાગોમાંથી CJP સમર્થકો દ્વારા પરવાનગી વિના દિલ્હીમાં પ્રવેશવાના કથિત પ્રયાસોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સાવચેતીભર્યા પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે આ શાંતિ અને વ્યવસ્થા માટે ખતરો ઉભો કરી શકે છે.