ઓક્ટોબર 3, 2026 3:52 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ભટાર વિસ્તારમાં આયોજિત સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ભટાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. તેમાં આધાર કાર્ડ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ સહિત સરકારી સેવાઓનો લોકોને લાભ અપાયો.

દરમિયાન શ્રી સંઘવીએ કાર્યક્રમની કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમજ સૌને સ્વચ્છતા અંગેના સંકલ્પ લેવડાવી ઘરઆંગણું અને શહેરને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું. ઉપરાંત શ્રી સંઘવીએ સ્વચ્છતા સંકલ્પપત્ર પર હસ્તાક્ષર કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ પણ પાઠવ્યો.

સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા શ્રી સંઘવીએ કહ્યું, સેવાસેતુ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોના સ્થળ પર ત્વરિત નિકાલની આ વ્યવસ્થા વહીવટી તંત્રની સક્રિયતા દર્શાવે છે. તેમણે સેવાસેતુ કાર્યક્રમને લોકાભિમુખ શાસનનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.