નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગઇકાલે રાજકોટમાં 319 વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના 259, મોરબીના 53, કચ્છના છ તથા સુરેન્દ્રનગરના એક નાગરિકને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આભાર વ્યકત કરતાં એક કિશોરીએ શ્રી સંઘવીના ભાલે કુમકુમ તિલક કરીને હાથમાં રાખડી બાંધી હતી. આ પ્રંસગે સંબોધન કરતાં શ્રી સંઘવીએ પાકિસ્તાનમાંથી આવેલી બહેનો માટે આજે આઝાદીનો દિવસ હોવાનું જણાવ્યું હતું.