ઓક્ટોબર 15, 2026 9:46 એ એમ (AM)

printer

નાયબ મુખ્યમંત્રી રાજકોટમાં 300 જેટલા લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે જશે. શ્રી સંઘવી આજે  રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે પડોશી દેશોમાંથી ભારતમાં વસવાટ કરતાં 300 જેટલો લોકોને ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત‘ કરશે. જેમાં રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, સુરેન્દ્રનગર જિલ્લાના એક અને કચ્છ જિલ્લાના છ અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે શાપરમાં નવી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ થશે. અહી તેઓ રાજકોટ ગ્રામ્યના પોલીસ સ્ટેશનોને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત કરશે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં કેટલાક ગુનાઈત તત્વોએ દગાબાજી અને છેતરપિંડી કરીને ખેડૂતોની જમીન અને દસ્તાવેજો પડાવી લીધા હતા. જો કે રાજકોટ ગ્રામ્ય પોલીસે એસ.આઈ.ટી રચીને તપાસ કરીને ખેડૂતો પાસેથી પડાવાયેલી જમીન પરત મેળવી હતી. પોલીસ તંત્રએ સબરજિસ્ટ્રાર કચેરીના સહયોગથી, 500થી વધુ વિઘા જમીનના આશરે કરોડો રૂપિયાની કિંમતના જમીનના દસ્તાવેજો પરત મેળવ્યા છે. આજે ખેડૂતોને આ જમીનના દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પરત અપાશે.

રાજકોટની મુલાકાત અગાઉ શ્રી સંઘવી સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પહોંચીને ચામુંડા માતાના દર્શન કરીને ધ્વજારોહણ કરશે.