AI અને સોફ્ટવેર ઇન્ટિગ્રેશનથી પોલીસના હ્યુમન અવર્સ; બચાવી સ્માર્ટ પોલિસિંગ સુનિશ્ચિત કરી શકાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’નો સમાપન સમારોહ પ્રસંગે જણાવ્યુ હતું.
અમદાવાદના આઇ હબ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ, સચોટ અને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશથી સેન્ટીનલ હેકાથોન યોજાઇ હતી. જેમાં દેશભરમાંથી ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ અને સંશોધકોએ ભાગ લીધો હતો.
બે દિવસ દરમિયાન તજજ્ઞ જ્યુરી પેનલ દ્વારા વિવિધ ટીમોના પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, પીચિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.