ઓગસ્ટ 9, 2026 11:44 એ એમ (AM)

printer

વૃક્ષોનું જતન સૌની સામુહિક જવાબદારી ગણાવતા – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સોનગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી સંઘવીએ કહ્યું કે, માત્ર વૃક્ષારોપણ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું આપણી સૌની સામુહિક જવાબદારી છે. સાદડવેલ ગામે યોજાયેલા આ વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ જોડાયા હતા. આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે કહ્યું કે, આદિવાસી સમાજનો પ્રકૃતિપ્રેમ જ જંગલોની સુરક્ષાનું મુખ્ય કારણ છે, આજે પણ ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલો સુરક્ષિત અને સચવાયેલા છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સોહાર્દપૂર્ણ સંવાદ સાઘી આદિવાસી સમુદાયના પ્રકૃતિ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી.