નવેમ્બર 13, 2026 7:16 પી એમ(PM)

printer

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો – સૌથી ઓછું 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વડોદરામાં

રાજ્યમાં હાલ બપોરે ગરમી તથા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે. સત્તાવાર યાદી મુજબ, ગત 24 કલાકમાં સૌથી ઓછું 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વડોદરામાં નોંધાયું. જ્યારે તાપમાન મહુવા અને કચ્છના નલિયામાં 17 ડિગ્રી તેમજ અમરેલી, રાજકોટ અને અમદાવાદમાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. દરમિયાન આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું.