આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ટ્રફ સક્રિય થવાના કારણે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાનુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ જણાવ્યું હતું.