સપ્ટેમ્બર 17, 2026 7:18 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી બે દિવસ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. તો, આ વખતે રાજ્યમાં પહેલી જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં 612 મિલીમીટર જેટલો વરસાદ થતા ગયા વર્ષની સરખામણીએ નવ ટકા ઓછો વરસાદ થયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.

દરમિયાન રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે ચાર વાગ્યા સુધીમાં 49 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ તાલુકામાં નોંધાયો.