રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 2.28 ઇંચ અને અમરેલી જિલ્લાના અમરેલી શહેર અને કુંકાવાવ વડિયામાં દોઢ ઇંચ જ્યારે રાજકોટના જેતપુરમાં 1.22 ઇંચ વરસાદ થયો છે. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગતરાત્રે વરસાદ થયાના અહેવાલ છે. જિલ્લાના ગોંડલમાં વાતાવરણમાં પલટો આવતાં પવન સાથે વરસાદ થયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ફટાકડાનાં અનેક સ્ટોલ્સ ધરાશાયી થતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વેસ્ટન ડીસ્ટર્બન અને સકલોનીક સર્ક્યુલેશન સક્રિય સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આગાહી કરવામાં આવી છે. જોકે, લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટશે.