ઓગસ્ટ 21, 2026 8:54 એ એમ (AM)

printer

‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’ના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને એમેઝોન વચ્ચે સમજૂતીના કરાર

રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે પાઠ્યપુસ્તક વિતરણ સેવાઓ અંગે સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યાં છે. આ કરાર અનુસાર ખાનગી શાળાના વિદ્યાર્થીઓને એમેઝોનના માધ્યમથી પાઠ્યપુસ્તકો હવે છાપેલી કિંમતે કોઈપણ ડિલિવરી ચાર્જ વિના ઘરે બેઠા મળશે. ‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’ના ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓને ભૌતિક પાઠ્યપુસ્તકો પોતાના ઘરઆંગણે જ મળી રહે તેવા આશયથી મંડળે એમેઝોન સાથે આ કરાર કર્યા છે. શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ રાજ્ય સરકારની પહેલને ડિજિટલ યુગમાં ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ની દિશામાં એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. આ કરાર હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ તમામ માધ્યમ અને ધોરણોના પાઠ્યપુસ્તકો એમેઝોન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.