ઓક્ટોબર 6, 2026 3:45 પી એમ(PM)

printer

ગુજરાત સ્કીલ ડૅવલપમેન્ટ મિશન હેઠળ 30 હજારથી વધુ યુવાનો કૌશલ્ય તાલીમ સાથે જોડાયા

રાજ્યમાં ગુજરાત સ્કીલ ડૅવલપમેન્ટ મિશન હેઠળ 30 હજારથી વધુ યુવાનો કૌશલ્ય તાલીમ સાથે જોડાયા. આ મિશન હેઠળ કાર્યરત્ રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખું – NSQF કક્ષાના ટૂંકાગાળાના અભ્યાસક્રમ અંતર્ગત વિવિધ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI દ્વારા અપાયેલી આરોગ્ય સંભાળ, માહિતી અને ટેક્નોલૉજી, કૃષિ જેવા ક્ષેત્રમાં બેથી છ મહિનાની તાલીમમાં 18 હજાર 112 ઉમેદવારો જોડાયા.

જ્યારે યુવાનોને વાસ્તવિક ઔદ્યોગિક વાતાવરણમાં પ્રાયોગિક તાલીમ આપી તેમને રોજગારલક્ષી કૌશલ્યોથી સજ્જ કરવાના હેતુસર અમલમાં મૂકાયેલી યોજના પ્રોજેક્ટ સંકલ્પ અંતર્ગત સાત હજાર 152 ઉમેદવારો જોડાયા. ઉપરાંત સ્થાનિક વ્યાવસાયિક શિક્ષણ સંસ્થા – લાઈવ યોજનામાં પાંચ હજાર 118 ઉમેદવારો જોડાયા

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.