ઓગસ્ટ 5, 2026 2:48 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમતનું અમદાવાદમાં સફળ આયોજન થાય તે માટેની તૈયારીઓ સાથે ટીમ આગળ વધી રહી છે.

ઉલ્લેખનીય છે, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે શ્રી સંઘવીની ઉપસ્થિતિમાં ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમત 2026ના પ્રતિનિધિમંડળ તેમજ રાજ્યના ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે, યજમાન પદનું પ્રતિક સોંપાયું.