આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામ, પંચમહાલના શહેરા અને વલસાડના ધરમપુરમાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામાં 14 સુબીરમાં 12 તેમજ વઘઈમાં 4 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. મહીસાગરના ગોધરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Site Admin | ઓગસ્ટ 11, 2026 11:48 એ એમ (AM)
આગામી બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી