ઓક્ટોબર 15, 2026 9:54 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના અસરકારક અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ મળ્યાં

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની અસરકારક અમલવારી બદલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ગુજરાતને વિવિધ શ્રેણીમાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે.

ગુજરાતને પ્રથમ પુરસ્કાર ‘સ્ટેટ વીથ હાઇએસ્ટ નંબર ઓફ રીફોર્મ્સ અચિવ PMAY (U) 2.0’ શ્રેણીમાં મળ્યો છે. બીજો પુરસ્કાર ‘સ્ટેટ વીથ હાઇએસ્ટ કમ્પ્લીશન ઓફ BLC હાઉસીસ PMAY (U) – બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ’ શ્રેણીમાં પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, ત્રીજો પુરસ્કાર ‘બેસ્ટ પ્રેક્ટિસ ઇન ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) પ્રોસિઝર’ શ્રેણીમાં મળ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.