રાજ્યમાં નવરાત્રીમાં લાઉડ સ્પીકરને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી સ્પીકર પર ગરબા થઈ શકશે. આગામી નવરાત્રીને લઈ રાજ્ય સરકારે છૂટછાટ આપી છે.
આ મુદ્દે કલેક્ટરોને જિલ્લા કક્ષાએ નોટિફિકેશન જારી કરવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી સૂચના અનુસાર નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી સ્પીકરનો ઉપયોગ થઈ શકશે, જ્યારે 12 વાગ્યા બાદ ઢોલ પર મંડળી ગરબા થઈ શકશે, સામાન્ય દિવસોમાં રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની છૂટછાટ અપાતી હતી.